આંતરિક રાજકારણ અને ટાંટિયા ખેંચની આરોગ્ય સેવા પર પડતી નકારાત્મક અસર જોઈ આરોગ્ય કમિશનરે અધિકારીઓને તતડાવ્યા, બેદરકારને નોકરીમાંથી છૂટા કરી દેવા સુધીની તૈયારી બતાવી ભાવનગર જિલ્લાની સૌથી મોટી અને ભાવનગર ઉપરાંત આસપાસના ત્રણ જિલ્લા માટે આર્શીવાદ સમાન ભાવનગર શહેરમાં આવેલી સર ટી. હોસ્પિટલ કેમ્પસમાં નાગરિકોની આરોગ્ય સુવિધા વધારવાના હેતુથી રૂ.૨૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની ઈમારત લોકાર્પણના વાંકે ધૂળ ખાઈ રહી છે.
ઈમારત બની ગયા બાદ લોકસભાની ચૂંટણીના સમયગાળા દરમિયાન આચારસંહિતા અને તે પછી નવી ઈમારતમાં મેડિકલ સાધનોનું ઈન્સ્ટોલેશન બાદ સ્ટાફની તાલિમ અને ભરતી જેવી વહીવટી પ્રક્રિયાઓના કારણે છેલ્લા ૬ મહિના કરતા વધારે સમયથી તૈયાર હોસ્પિટલ ઉપયોગમાં લઈ શકાતી નથી. આ પરિસ્થિતિ વચ્ચે આજે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, આરોગ્ય કમિશ્નર હર્ષદ પટેલ તેમજ સ્થાનિક ધારાસભ્યો અને નેતાઓએ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની મુલાકાત લઈ ફોટા પડાવ્યા હતા પરંતુ હોસ્પિટલ લોકોના ઉપયોગમાં ક્યારે આવશે તે અંગે સ્પષ્ટતા કરી શક્યા ન હતા.
હોસ્પિટલની મુલાકાત બાદ મેડિકલ કોલેજ ખાતે કેન્દ્રીય મંત્રી અને આરોગ્ય કમિશ્નર તથા ભાવનગરના ધારાસભ્યો અને અન્ય હોદ્દેદારો તથા અધિકારીઓની ઉપસ્થિતિમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કાર્યાન્વિત કરવાના રોડમેપ માટે આશરે દોઢ કલાક લાંબી બેઠક ચાલી હતી જેમાં સર ટી. હોસ્પિટલ તથા જિલ્લાના આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
બેઠકમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરવાના રોડમેપ અને તેના આડે આવતા પ્રશ્નોની દરેક વિભાગના વડાઓને સાથે રાખીને વિગતવાર ચર્ચા થઈ હતી. મહત્વની વાત એ છે કે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની ઈમારતના ૭માં માળે આવેલા ઓપરેશન થિયેટરમાં વરસાદ બાદ પાણી લીકેજ થતું હોવાની વાત પણ આ મિટિંગમાં મુકવામાં આવી હતી.
નવી બનેલી ઈમારતમાંથી પાણીના લીકેજની ઘટના ઈમારતની ગુણવત્તા સામે પણ અનેક સવાલો ઉભા કર્યા છે. આ સાથે જ મિટિંગમાં સર ટી. હોસ્પિટલના આંતરિક રાજકારણ અને ટાંટિયા ખેંચની આરોગ્ય સેવા પરપડતી નકારાત્મક અસર સામે આરોગ્ય કમિશનરે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને અધિકારીઓને તતડાવી નાખ્યા હતા અને સાથે જ બેદકારી દાખવનારા અધિકારી-ર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દેવાની પણ તૈયારી દર્શાવી હતી.
આ ઉપરાંત આ મિટિંગમાં આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા નર્સિંગ સ્ટાફને હેરાનગતિ મુદ્દે નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અને રજૂઆત મુદ્દે પણ ચર્ચા થઈ હતી. ઉપરાંત આ બેઠકમાં આગામી ૧૫ દિવસમાં તબક્કાવાર રીતે વિભાગો શિફ્ટ કરી નવરાત્રિ સુધીમાં હોસ્પિટલનું લોકાર્પણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દરેક બ્રાન્ચ (રોગ નિષ્ણાંત)ના તજજ્ઞ તબીબોની જરૂર પડે છે. ખાનગી હોસ્પિટલોમાં તજજ્ઞ તબીબોના પગાર ધોરણ અને સુવિધાઓ સામે સરકારી તબીબોના પગાર ધોરણ ખુબ ઓછા હોવાથી સરકારી હોસ્પિટલોમાં તબીબોની ઘટ રહે છે.
ભાવનગરની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે પણ પુરતા તજજ્ઞ તબીબો નહી મળતા હોવાની એક ચર્ચા છે ત્યારે આ બધી પરિસ્થિતિ વચ્ચે પણ હોસ્પિટલ શરૂ કરવી આરોગ્ય તંત્ર માટે મોટો પડકાર છે. કરવા પ્રાથમિક કક્ષાએ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળેલ છે.
જો, આ બેઠકના આધારે થયેલી ચર્ચા અમલીકરણના રૂપમાં મુકાય તો આગામી પહેલા નોરતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ લોકોના ઉપયોગ માટે ખુલ્લી મુકી દેવામાં આવે તેવી શક્યતા નકારી શકાતી છે. પરંતુ, હજુ સુધી આ મુદ્દે સરકાર, આરોગ્ય વિભાગ કે હોસ્પિટલ તંત્ર દ્વારા લોકાર્પણને લઈ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. તે પણ અત્રે ઉલ્લેખનીય છે.
Post a Comment